Tuesday, 18 August 2015

ઝંખના

    અતીથના અંધકારને અજવાળામાં બદલાવાની ઝંખના.એક એવી ઝંખના જે વર્ષો પછી પણ એક ઝંખના જ રહી છે. સમાજ ના દરેક વર્ગ સાથે એકમેવ થઇ ને ચાલવાની ઝંખના.સ્વાભિમાનની સાથે જીવવાની ઝંખના.હજારો વર્ષોની ગુલામી માંથી બહાર નીકળવાની ઝંખના.કેટલાય વર્ષોથી અગ્નિપથ પર ચાલી રહેલા આ વર્ગને ઉચ્ચસમાજ શીતળતા ક્યારે બક્ષસે એ ઝંખના. અતિ દયનીય નર્ક સમાન જીવનશૈલી માંથી બહાર કાઢનાર વીર મેઘમાંયો જેણે આ વર્ગ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. ધન્ય છે એ ઈશ્વરરૂપી મહાન આત્માને જેણે આ દોઝખમાંથી બહાર કાઢ્યા પણ તેમના બલિદાન પછી પણ સ્થિતિ એટલી બધી સુધારી ન હતી. કેમકે અસ્પૃસ્યતાની માનસિકતા ઉચ્ચ સમાજ માંથી એમનેમ નીકળે એમ ન હતી. એમાં પ્રેમ, દયા, કરુણા અને માણસાઈની અપેક્ષા કોની પાસે રાખવી. હા, સમય બદલાયો એની સાથે અમુક ક્રિયાઓ બંધ થઇ પણ મૂળભૂત રીતે અસ્પૃસ્યતા હજી પણ અકબંધ છે. આધુનિક ભારતમાં ભારતીય બંધારણના ઘડવૈયા મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકર આ વર્ગ માટે એક આશીર્વાદ રૂપ સાબિત થયા. આ વર્ગ ને એક ચોક્કસ સ્થાન અપાવવા માટેનો ધ્યેય નક્કી કર્યો અને એ ધ્યેય માટે, એમના અધિકારો માટે, સામાજિક સમરસતા માટે, જાતિવાદના દુષણને દુર કરવા માટે પોતાના આખા જીવનની છેલ્લા શ્વાસ સુધી સંઘર્શ કર્યો અને મૂળભૂત અધિકારો અપાવ્યા. આ દયનીય સમાજ પાછળ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. આ સમાજના જનક ગણાતા ડો. બાબાસાહેબ આંબેડકરની ચિરવિદાયની સાથે જાણે આ સમાજ પાછો અનાથ બની ગયો કારણકે કાયદાઓ તો લખાયા પણ જાતિવાદ, સામાજિક અસમાનતા હજી પણ સંપૂર્ણ રીતે દુર નથી થઇ. આ અન્યાયની સામે હજુ પણ છે દલિતોની ન્યાય માટેની ઝંખના.

No comments:

Post a Comment